RAMESH SAVANI

ઉપરથી આદેશ આવ્યો ! ભક્તોએ કહ્યું જરુર આગળ વધો !

ઉપરથી આદેશ આવ્યો કે 22 જાન્યુઆરી 2024ના રોજ, દીવાળીની જેમ ઉજવો, ઘેર ઘેર દીપક પ્રગટાવો ! ભક્તો કામે લાગી ગયા ! રંગોળી/ રોશની/ મીઠાઈ/ મોટી અગરબત્તી/ મહા નગારું ! રામની વેષભૂષામાં પ્રવાસ ! ફટાકડા !
પહેલા ઉપરથી આદેશ આવ્યો કે બાબરી મસ્જિદ તોડી નાખો ! ભક્તો ત્રિકમ કોદાળી લઈને પહોંચી ગયા !
પછી આદેશ આવ્યો કે એક એક ઈંટ આપો, ફાળો આપો ! સૌ હરખઘેલાં થઈ ગયાં !
પછી આદેશ આવ્યો કે મુસ્લિમોને નફરત કરો ! ભક્તોએ બહિષ્કાર ચાલુ કરી દીધો ! લિંચિંગ શરું કર્યું !
ઉપરથી આદેશ આવ્યો કે ચીની માલસામાનનો બહિષ્કાર કરો ! ભક્તોએ ચીની મોબાઈલ ખરીદીને પોતાની લાલ આંખનો ફોટો ચીનને મોકલી આપ્યો !
ઉપરથી આદેશ આવ્યો કે કોરોનાને લલકારો ! ભક્તો થાળી પીટવા લાગ્યા !
ઉપરથી આદેશ આવ્યો કે ગોબર લીપો ! ગૌમૂત્ર પીઓ ! ભક્તો ગોબરમય બની ગયાં !
ઉપરથી આદેશ આવ્યો કે ખેડૂતોને ખાલિસ્તાની કહો ! દેશદ્રોહી કહો ! ભક્તોએ અમલ કર્યો !
ઉપરથી આદેશ આવ્યો કે મહિલા પહેલવાનોને ઢસડીને ફેંકી દો ! ભક્તો રાજીરાજી થઈ ગયા !
ઉપરથી આદેશ આવ્યો કે બળાત્કારીઓને/ હત્યારાઓને જેલમુક્ત કરો ! હારતોરા કરો, મિઠાઈ વહેંચો ! તિલક કરો ! ભક્તોએ તાળીઓ પાડી !
ઉપરથી આદેશ આવ્યો કે JNUને બદનામ કરો ! ભક્તોએ ગોકીરો કરી મૂક્યો !
ઉપરથી આદેશ આવ્યો કે કેનેડાનો બહિષ્કાર કરો ! માલદીવનો બહિષ્કાર કરો ! શંકરાચાર્યનો બહિષ્કાર કરો ! ભક્તો ભૂખ્યા પેટે લાગી ગયા !
ઉપરથી આદેશ આવ્યો કે બેરોજગારી/ મોંઘવારી/ રુપિયાનું અવમૂલ્યન/ મોંઘું શિક્ષણ/ મોંધી સ્વાસ્થ્ય સેવા/ અસુરક્ષા વગેરે પ્રશ્નો રામમંદિરથી હલ થઈ જશે ! ભક્તોએ કહ્યું કે આગળ વધો, જરુર આગળ વધો ! 500 રુપિયાનું લિટર પેટ્રોલ થાય તો પણ વાંધો નથી !
ઉપરથી આદેશ આવ્યો કે હત્યારા ગોડસેને દેશભક્ત કહો અને ગાંધીને દેશદ્રોહી કહો, મુસ્લિમ કહો ! નેહરુને પણ મુસ્લિમ કહો ! ભક્તો ધૂણવા લાગ્યા !
ઉપરથી આદેશ આવ્યો કે વડાપ્રધાન અવતારી છે, એટલે તેમની નીતિઓની આલોચના કરનારને મા-બેનની ગાળો આપો ! એમને દેશદ્રોહી કહો, ધર્મદ્રોહી કહો ! જરુર પડે તો જાહેરમાં મારપીટ કરો ! જરુર પડે તો ગૌરી લંકેશને ગોળીએ દીધી તેવું કરો ! કંઈ પણ કરો પણ અવતારીની ઈમેજમાં ઘોબો પડવો ન જોઈએ ! ભક્તો પોતાના પરિવારને ભૂલીને કામે લાગી ગયા !
ઉપરથી આદેશ આવશે કે હવે બંધારણને બદલે મનુસ્મૃતિમાં શ્રદ્ધા રાખો ! ભક્તો વધુ ગાંડા બની નાચી ઊઠશે !rs [સૌજન્ય : અનિલ સિનોજિયા, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર / કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન]

[wptube id="1252022"]
Back to top button