DANG: RSS & VHP ડાંગના સ્વયંસેવકો દ્વારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અક્ષત અને આમંત્રણ પત્રિકા વિતરણ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડાંગ જિલ્લાના અસંખ્ય સ્વયં સેવકો આમંત્રણ પત્રિકા અને અક્ષત વિતરણ કાર્યક્રમમાં જોડાયા.
પ્રભુશ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક અને વિશ્વ હિન્દુ પરિષદના સેવકો દ્વારા ગામમાં યુવાનો અને વૃદ્ધોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે શ્રીરામ જન્મભૂમિનું વિવરણ સાથે વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન પત્રિકા સાથે અક્ષતનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પત્રિકામાં માતાઓ, બહેનો અને ભાઈઓ આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા. (૨૨ જાન્યુઆરી, ૨૦૨૪)ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (સવારે ૧૧-૦૦ વાગ્યા થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી) આપણાં ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરજો, ભજન કીર્તન કરજો, ટેલીવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું. કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી-દેવતાના ભજન- કીર્તન-આરતી-પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય જય રામ’ વિજય મહામંત્ર ૧૦૮ વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી-દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધુ જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ.
આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ ! શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો. શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો. નિવેદક : શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની પત્રિકા સાથે અક્ષતનું વિતરણ કરાયું..