
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૩.૧.૨૦૨૪
હાલોલ બાસ્કા નજીક મોટરસાયકલ ને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા રાજસ્થાન ના કાકા – ભત્રીજા ના કરુણ મોત નિપજ્યા હતા, બંને વડોદરા કડિયા કામ કરતા હતા અને ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરવા માદરે વતન રાજસ્થાન જઈ રહ્યા હતા.વડોદરા હાલોલ રોડ ઉપર હાલોલ બાસ્કા નજીક આજે એક મોટરસાયકલ ને અજાણ્યા વાહને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર વડોદરા થી રાજસ્થાન જઇ રહેલા રાજસ્થાન ના બાસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના 28 વર્ષના ચાલક પપ્પુ પારુભાઈ ડામોર તેમજ પાછળ બેઠેલા તેના કાકા 45 વર્ષના હરુભાઈ ભાણજીભાઈ ડામોર હવામાં ઉછડી હાઇવે ઉપર પટકાતા બંને ના માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં રોડ ઉપર લોહીનું ખાબોચિયું ભરાયું હતું. સવારે સર્જાયેલા અકસ્માત ની જાણ હાલોલ ટોલ પ્લાઝા ને થતા ટોલ પ્લાઝા ની ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ગંભીર રીતે ઘવાયેલા બંને ના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હોઈ બંને ના મૃતદેહો ને હાલોલ રેફરલ હોસ્પિટલ માં મોકલી સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી.બપોર સુધી બંને ની ઓળખ થઈ શકી ન હતી આખરે હાલોલ પોલીસે આ બંને ઈસમો અંગે તપાસ કરી તેઓના પરિવારજનો ને જાણ કરતા સાંજે પરિવારજનો હાલોલ દોડી આવ્યા હતા. જેઓ પાસે થી જાણવા મળ્યું હતું કે હરજી ભાઈ ડામોર મિસ્ત્રી (કડિયા કામ) કરતા હતા અને તેમનો ભત્રીજો પપ્પુ ડામોર તેમની સાથે મજૂરી કામ કરતો હતો. બંને કાકા ભત્રીજા પરિણીત હોવાનું અને ભત્રીજા પપ્પુ ત્રણ સંતાનો ના પિતા અને કાકા હરજી ભાઈ ને ચાર સંતાનો છે.અકસ્માત માં બંને ના મોત નિપજતા સાત બાળકો એ પિતાની છત્રછાયા ઘુમાવી છે.











