MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વીરવાવ ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૮૩ બોટલ ઝડપાઇ

ટંકારાના વીરવાવ ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૮૩ બોટલ ઝડપાઇ
ટંકારા પોલીસ ટીમે ટંકારા તાલુકાના વીરવાવ ગામે બુટલેગરના ઘરમાં દરોડો પાડી અલગ અલગ અંગ્રેજી દારૂની ૮૩ બોટલનો જથ્થો ઝડપી લીધેલ હતો. જયારે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના વીરવાવ ગામે આરોપી મહીદિપસિંહ દશરથસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૮૩ બોટલ કિ.રૂ.૨૬,૫૪૦/-ના જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી મહીદિપસિંહ જાડેજા હાજર મળી આવેલ ન હોય તેથી તેને ફરાર દર્શાવી ચક્રો ગતિમાન કર્યા છે.
[wptube id="1252022"]








