GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-સોશિયલ મિડીયામાં અજાણ્યા સાથે મિત્રતા કરતી યૂવતીઓ સાવધાન,યુવતી ચેટીંગ કરતા મિત્ર બની પછી દૂષ્કર્મનો ભોગ બની

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૧.૨૦૨૪

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ની અને શહેરમાં રહેતી એક પરિવારની યુવતી ને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક સાથે થયેલી મિત્રતા નું દુષ્પરિણામ ભોગવવું પડ્યું છે. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી દાસ મહિના સુધી અલગ અલગ સ્થળો ઉપર લઇ જઇ શારીરિક સંબંધો બાંધ્યા બાદ યુવકે યુવતી ને તરછોડી દેતા નાસીપાસ થયેલી યુવતીએ મહિલા સામાજિક કાર્યકર સાથે આવી હાલોલ ટાઉન પોલીસ મથક માં યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને ઇટ્રોસિટી ની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી છે.યુવતીએ હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતી મૂળ વડોદરાના ગ્રામ્ય વિસ્તાર ની અને વડોદરા શહેર માં રહી ખાનગી નોકરી કરતી હતી જેને જાન્યુઆરી 2023 માં ઇન્સ્ટાગ્રામ ઉપર નિર્મલસિંહ રાજપૂત03 નામની આઈડી ઉપર થી મિત્રતા નો પ્રસ્તાવ આવતા યુવક નો જન્મ દિવસ હોવાથી યુવતીએ તેને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા આ બંને એક બીજા ને ફોલો કર્યા હતા અને આ ઈન્સ્ટાગ્રામ ની મિત્રતા પ્રેમ માં પરિણમી હતી.ટેલિફોનિક વાતચીત અને વ્હાટ્સએપ ચેટ એક મહિના ચાલ્યા પછી યુવતીએ તેનો મોબાઈલ તેના અન્ય એક મિત્ર ને આપતા યુવતીએ તેની બહેન ના મોબાઈલ ઉપર થી તેની જાણ નિર્મલ ને કરી હાલ કોઈ ફોન કે મેસેજ ન કરવા જણાવ્યું હોવા છતાં નિર્મલ યુવતી ના બહેન ના મોબાઈલ ઉપર મેસેજ કરતા યુવતી ને ઘરે બોલાચાલી થતા તે ઘર છોડી નીકળી ગઈ હતી. અને એક બગીચા માં બેઠી હોવાની અને આ સમગ્ર બનાવ ની જાણ તેને નિર્મલ ને અન્ય કોઈ ના ફોન ઉપર થી કરતા રાત્રે નિર્મલ તેને મળવા વડોદરા થી આવ્યો હતો અને યુવતી હાલોલ જોબ માટે જવા ઇચ્છતી હોઈ તેને હાલોલ ના કંજરી રોડ ઉપર છોડી ગયો હતો.યુવતી ને હાલોલ માં જોબ અપાવનાર ઈસમ ના ઘરે રોકાઈ હતી અને બીજા દિવસે અન્ય બે યુવતીઓ સાથે હાલોલનાં એક કોલોની માં રહેવા ચાલી ગઈ હતી, બીજા દિવસે નિર્મલ યુવતી ને મળવા હાલોલ આવ્યો હતો. બંને બગીચામાં સાથે બેઠા અને રાત્રે યુવતી જ્યાં ભાડાના મકાન માં રહેતી હતી ત્યાં ગયા હતા ત્યારે રાત્રે નિર્મલે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રસ્તાવ મુકતા યુવતીએ ના પાડી હતી પરંતુ નિર્મલે તેને વિશ્વાસ માં લેતા તે રાત્રે બંને એ ત્રણ થી ચાર વખત શારીરિક સબન્ધ બાંધ્યો હતો અને બીજા દિવસે ત્રણ વાગ્યે યુવક નીકળ્યો ત્યાં સુધી વધુ બે વખત યુવતી સાથે સબન્ધ બાંધ્યો હતો.થોડા દિવસ પછી યુવતી ઘરે જતી રહેવાની હોવાની વાત થતા યુવકે વધુ એક વખત યુવતી ને મળવા હાલોલ આવ્યો અને અગાઉ ની જેમ જ રાત્રી રોકાણ કરી યુવતી સાથે તેની ઈચ્છાથી અને બીજી વખત તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવકે યુવતી ને તેના ઘરે થી લઈ જઈ પોતાના ગોરવા ખાતે ની 03/ કૃષ્ણદીપ સોસાયટી ના મકાન માં લઇ જઇ અને તેના પરિણીત મિત્ર ના ઘરે બે મહિના જેટલો સમય રાખી અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી તેને તું નીચી જાતિ ની છે એટલે તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ કહી તેને તરછોડી દેતા યુવતી ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી અને યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેને મહિલા સામાજિક કાર્યકર નો સંપર્ક કરી તેની આપવીતી જણાવી હાલોલ ટાઉન પોલીસ મથક માં આરોપી નિર્મલસિંહ રાજેન્દ્રસિંહ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલોલ ટાઉન પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી નો ગુન્હો નોંધી આરોપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે.

[wptube id="1252022"]
Back to top button