
તા.૧૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્યની યુવાપેઢી વિદ્યાર્થી જીવનકાળથી જ રમત – ગમત ક્ષેત્રે આગળ વધે અને તેમનામાં રહેલું વિશિષ્ટ કૌશલ્ય ખીલે તે માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે “ખેલ મહાકુંભ”નું આયોજન કરવામાં આવે છે.

જે અન્વયે રાજકોટ જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ ક્ચેરી, રાજકોટ હસ્તકની આદર્શ નિવાસી કુમાર શાળાના વિદ્યાર્થીઓએ “ખેલ મહાકુંભ” હેઠળ કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી કબડ્ડી ટીમના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજય મેળવીને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યા છે.
અનુ.જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકશ્રી આનંદબા ખાચર અને શાળાના આચાર્ય શ્રી કૈલાએ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને વિજેતા થઈને શાળા અને ઓફિસનું નામ રોશન કરવા બદલ વિદ્યાર્થીઓ અને ટીમના કોચ બી. ટી.પરમારને અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ નિયામકશ્રી ખાચરે વિદ્યાર્થીઓને અનુ.જાતિ કલ્યાણ કચેરીની મુલાકાત કરાવીને દરેક ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ રાજકોટની ટીમ પસંદગી પામે તે માટે શુભેચ્છા આપી હતી.








