તા.૧૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પી.ડી.યુ. હોસ્પટિલ તથા મેડિકલ કોલેજ-રાજકોટની તમામ લેબોરેટરીને એન.એ.બી.એલ.ની માન્યતા પ્રાપ્ત થઈ છે.
આ અંગે પી.ડી.યુ. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે કે, હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ ખાતેની પેથોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રીની તમામ લેબોરેટરીનું ૨૯ તથા ૩૦ જુલાઈના રોજ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એન.એ.બી.એલ.) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિયત ધારા-ધોરણોનું પલન થયેલું હોવાથી પી.ડી.યુ. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ- રાજકોટની તમામ લેબોરેટરીને એન.એ.બી.એલ.ની માન્યતા મળી છે. એન.એ.બી.એલ. માન્યતા પ્રાપ્ત લેબના રિપોર્ટસ્ સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે.
ઉપરોક્ત કામગીરી માટે પી.ડી.યુ. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ-રાજકોટના તબીબી અધિક્ષક ડૉ. આર. એસ. ત્રિવેદી, પેથોલોજી વિભાગના વડા ડૉ. ગૌરવી ધ્રૂવ, માઈક્રો બાયોલોજી વિભાગના વડા ડૉ. જી. યુ. કાવઠિયા, બાયો કેમેસ્ટ્રી વિભાગના વડા ડૉ. ચંદ્રકાન્ત કામળીયા તથા એન.એ.બી.એલ.ના ડાયરેક્ટર ડૉ. મધુલિકા મિસ્ત્રી દ્વારા સ્ટાફને પ્રેરક મનોબળ તથા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.