GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બસ સ્ટેન્ડ મા રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાઓ સહિત ત્રણની અટક.

તારીખ ૧૧/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસે બુધવારે કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રેઇડ કરી ને વિદેશી દારૂનો જથ્થા સહિત બે મહિલાઓ સાથે એક ઈસમની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ કાલોલના પીએસઆઇ ડી.એચ. રાઠોડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બસ સ્ટેન્ડમાં વિમલ ના થેલામાં બે સ્ત્રીઓ સહિત એક ઇસમ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભા છે જે આધારે પી.એસ.આઇ તથા સ્ટાફ ને સાથે રાખી પંચો રૂબરૂ બે મહિલાઓ સાથે એક ઈસમના વિમલ ના થેલા ની તપાસ કરતા કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર નો બીયર નંગ ૨૪ અને ક્વાટર નંગ ૨૧૦ જેની કીમત રૂ ૨૫,૯૮૦ /નો દારૂ નો જથ્થો પકડી પાડી કાલોલ પોલીસે (૧) શારદાબેન વીકાભાઇ (૨) ગૌરીબેન નવલભાઇ (૩) દીલીપભાઇ રમેશભાઈ એમ બે મહિલાઓ સહિત એક ઇસમની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

[wptube id="1252022"]
Back to top button