GUJARATHALOLPANCHMAHAL

હાલોલ એસટી બસ સ્ટેન્ડ ખાનગી વાહનોના પાર્કિંગનો અડ્ડો બની ગયું,તંત્રની ઉદાસીન નીતિથી બેરોકટોક કાયદાનું થતું ઉલ્લધન

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૦.૧.૨૦૨૪

હાલોલ ના હાર્દ સમા એસ.ટી. બસ સ્ટેન્ડ ની અંદર ગેરકાયદેસર વાહનોનું દિવસ દરમિયાન મોટા પાયે પાર્કિંગ થતા બસ સ્ટેન્ડ ખાનગી વાહનોના પાર્કિંગ નો અડ્ડો બની ગયું હોવાનું જોવા મળી રહ્યું છે.એક તરફ બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે એસ.ટી બસ સ્ટેન્ડ ની દિવાલ પર જાહેરનામું પેન્ટ કરવામાં આવ્યું છે.તેમાં જણાવ્યા અનુસાર એસ.ટી. નિગમના તમામ બસ સ્ટેન્ડ ના કંટ્રોલ પોઇન્ટ કે જ્યાંથી મુસાફરોની હેરાફેરી થતી હોય છે. તે એસ. ટી. બસ સ્ટેન્ડ ની આજુબાજુ દરેક જાહેર રસ્તા માં ૨૦૦ મીટર વિસ્તારમાં ખાનગી વાહનો ઉભા રાખવા નહીં કે પાર્ક કરવા નહીં આ પ્રકારનું જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તેમ છતાં બસ સ્ટેન્ડ ની બહાર તો ઠીક પરંતુ બસ સ્ટેન્ડની અંદર લાગતા વળગતા તંત્રની ઉદાસીન નીતિ થી બેરોકટોક કાયદાનું ઉલ્લંઘન કરી બસ સ્ટેન્ડની અંદરના ભાગમાં ખાનગી વાહનોનો ખડકલો થતો જોવા મળી રહ્યો છે.જ્યારે સંધ્યાકાળ બાદ આ જગ્યા ઉપર અસામાજિક તત્વોના ગોરખ ધંધા પણ ચાલતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ તમામ ગતિવિધિ પર તત્કાળે બ્રેક લાગવી અત્યંત આવશ્યક છે.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ વર્ષો અગાઉ હાલોલ બસ સ્ટોપ ખાતે પોલીસ પોઈન્ટ હતો પરંતુ થોડા વર્ષોથી પોલીસ પોઈન્ટ બંધ છે.તેની જગ્યાએ અનિયમિત રીતે હોમગાર્ડ ફરજ બજાવતા હોવાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે.

બસ સ્ટેન્ડ ની અંદર ગેરકાયદેસર વાહનોના પાર્કિંગ અંગે જાણવા મળતી માહિતી મુજબ બસ સ્ટેન્ડની અંદરનો અમુક ભાગ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે આપી દેવાતા આ બધી દુકાનોને લઈને બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર પાર્કિંગ થતું હોવાનું જાણવા મળે છે.જ્યારે બસ સ્ટેન્ડિંગ તમામ બાજુઓ પર કોટ કરી લેવામાં આવેલ છે પરંતુ એસ.ટી. તંત્રની લાપરવાહી ના કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સ તરફ કોટ કરેલ ન હોવાના કારણે પાર્કિંગ થતું હોવાનું જાણવા મળે છે.

પંચમહાલ વિભાગીય એસ.ટી. દ્વારા આ જગ્યા પર એ એન્ડ પાર્કિંગ ની સુવિધા ઉભી કરવામાં આવે તો એસ.ટી.ને ખાસ્સો એવો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે જ્યારે એસટી વિભાગના અનગઢ વહીવટને કારણે એસ.ટી.ને મસ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો હોવાનું જોવા મળે છે.

[wptube id="1252022"]
Back to top button