GONDALGUJARATRAJKOT

Gondal: ગોંડલ ખાતે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ

તા.૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એનીમિયામુક્ત ભારત અંતર્ગત ICDS વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના ઘટક ગોંડલ-૧ ખાતે કિશોરીઓને પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર અર્થે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ હતી.

રાજકોટ જિલ્લાના ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો આપી જાગૃતિ અર્થે રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગોંડલ તાલુકાના ICDS શાખાના સીડીપીઓ, NMI વિભાગીય કો-ઓર્ડીનેટર ગાંધીનગર, પૂર્ણા કન્સલ્ટન્ટ સુપરવાઈઝર તથા ગોંડલ-૧ની આંગણવાડી વર્કર બહેનો, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં કિશોરીઓ જોડાયા હતા.

વિવિધ વિભાગો દ્વારા કિશોરીઓ માટે ચાલતી યોજના વિશે માર્ગદર્શન મળી રહે તેમજ કિશોરીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાર્ટ પેપર, યોજનાકીય કાર્ડ, રમતો સાથે કિશોરીઓના વજન ઉંચાઈ,BMI,HB,IFA ગોળી, સ્વચ્છતા,આહાર અને પોષણ વિશે માર્ગદર્શન આપ્યું તેમજ ઇનામો આપી કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આંગણવાડી વર્કરો બહેનો દ્વારા પૂર્ણાશક્તિ પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે સમજ આપી વાનગીઓનું નિદર્શન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button