MAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગર પાલિકા ટાઉનહોલ ખાતે સંસ્કૃત ભારતી સંમેલન યોજાયું.

રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર…..

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે સંસ્કૃત ભારતી મહીસાગર જનપદ- જિલ્લા સમ્મેલ યોજાયું.

 

સંસ્કૃત ભાષાનુ મહત્વ તથા સંસ્કૃત ગૌરવ સંદર્ભે માનનીય આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબે ઉદ્બોધન કર્યું હતું. ડો. કૃષ્ણ પ્રસાદ નિરોલાજી એ સંસ્કૃત અને સંસ્કૃતિ સંદર્ભે પ્રભાવક ઉદ્બોધન કર્યું હતું. આમ સંતરામપુર માં ભવ્ય સંસ્કૃત ભારતી મહીસાગર જિલ્લા સમ્મેલન મા સંસ્કૃત ભાષા ને કેન્દ્રમાં રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થયો હતો જે ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેમાં કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ, સંસ્કૃત ભારતી ગુજરાત અધ્યક્ષ ડો. કૃષ્ણ પ્રસાદ નિરોલાજી, સંસ્કૃત ભારતી ગુજરાત સહમંત્રી શ્રી રઘુરામ લશ્કરી, ગાયત્રી પરિવારના પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાસીયા,પ્રાન્ત સહ પ્રચાર પ્રમુખ સંસ્કૃત ભારતી ડો. નરેશભાઈ વણઝારા, ભાજપા પ્રમુખ દશરથભાઈ બારીઆ, તાલુકા પંચાયત પ્રમુખ હરિશભાઈ વળવાઈ, દિપકભાઈ ચાવડા, શિવાભાઈ વણકર , નરેન્દ્ર રાઠોડ, મહેન્દ્રભાઈ દેવજીભાઈ પટેલ, સંસ્કૃત ભારતી મહીસાગર જનપદ સંયોજક ડો. દિનેશભાઈ માછી, સંસ્કૃત ભારતી મહીસાગર સહ સંયોજક ડૉ. પરેશભાઈ પારેખ, સંસ્કૃત ભારતી મહીસાગર પ્રચાર પ્રમુખ ભોઈ ગૌરાંગ વાડીલાલ, કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ, પ્રવિણભાઇ ચૌહાણ તથા સંસ્કૃત ભારતી મહીસાગર ના તમામ તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આજ રોજ સંસ્કૃત ભારતી મહીસાગર ના જિલ્લા સંયોજક ડૉ. દિનેશભાઈ માછી એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. વર્ષ દરમિયાન થયેલા કાર્યના અહેવાલ નું વાંચન કાજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ભોઈ ગૌરાંગ વાડીલાલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આભાર દર્શન ડો. પરેશભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button