MORBIMORBI CITY / TALUKO

યંગ ઇન્ડિયા ગ્રુપ તથા દેવેન રબારી તરફ થી ગુજરાત ગૌરવ દિવસની હાર્દિકશુભેચ્‍છાઓ

યંગ ઇન્ડિયા ગ્રુપ તથા દેવેન રબારી તરફ થી ગુજરાત ગૌરવ દિવસની હાર્દિકશુભેચ્‍છાઓ

 

આજના ગુજરાતને ઘડવામાં અનેક નામી-અનામી ગુજરાતીઓની જનશક્‍તિનું સામર્થ્‍ય ઝળક્‍યું છે.ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્‍થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને યંગ ઇન્ડિયા ગ્રુપ તથા દેવેન રબારી તરફ થી ગુજરાત ગૌરવ દિવસની હાર્દિકશુભેચ્‍છાઓ- શુભકામનાઓ…ગુજરાતની સંસ્‍કૃતિ અને ગરિમાની યાત્રા અતિતથી અનંત સુધી શાશ્વત છે.૧ લી મે, ૧૯૬૦ના દિવસે ગુજરાતીઓ તરીકે, ગુજરાતના ભાગ્‍યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો હતો.મહાત્‍મા ગાંધી, સરદાર સાહેબ, સ્‍વામી દયાનંદ સરસ્‍વતી, શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, પૂજય રવિશંકર મહારાજ, ઇન્‍દુચાચા અગણિત એવા મહાપુરુષો અને મનિષિઓના આશીર્વાદ, અનેક સર્જકો-સાહત્‍યિકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ – આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની સાડા પાંચ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર કરી છે.આજે એ સૌનું સ્‍મરણ કરવાનો, ઋણ સ્‍વીકાર સાથે અભિવાદન- અભિનંદન કરવાનો અવસર છે.પડકારો વચ્‍ચે પણ ગુજરાતને ઘડવામાં ગુજરાતીઓની જનશક્તિનું સામર્થ્‍ય ઝળકયું છે.પુરૂષાર્થમાં ઓટ નથી આવી એટલે જ પ્રગતિની ગતિશીલતા વેગવંતી બની છે. ગુજરાત માટે કોણે શું અને કેટલું કર્યું તેનાં લેખાં-જોખાં કરવાનો આ અવસર નથી. ગુજરાત ગૌરવ દિવસ તો પ્રસંગ છે.ગુજરાતની સિદ્ધિઓનું નવી પહેલરૂપ સીમાચિન્‍હોનું ગૌરવ કરવાનો.અહીં પાંચ વીશા સો નહીં પણ સવાસો કરે એવા બાહોશ વ્યાપારીઓ છે..આ એવો મુલક જ્યાં હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની…જ્યાં ખાવું પીવું ને મોજ કરવી એ બાળપણથી જ દરેક વાર્તાનાં સુખદ અંત તરીકે જીવનમાં વણાયેલું હોય.. સોનાની દ્વારિકા ને ખભાતનાં ચોર્યાસી વાવટાઓ મારા ગુજરાતની હજારો વર્ષની સમૃધ્ધિ બતાવે છે..આવું છે આપણું ગુજરાત… ગુજરાત સ્થાપના દિવસની દેવેન રબારી ની અંતરથી શુભકામનાઓ, ધડકતા રેહવું એ ગુજરાત ની ફિતરત છે અને વિકાસ એ ગુજરાત ની આદત છે !! મને ગર્વ છે કે હું ગુજરાતી છુ..જય જય ગરવી ગુજરાત…. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.. જયહિન્દ..

[wptube id="1252022"]
Back to top button