
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં પ્રજાપતિ સમાજના કુમાર તેમજ કન્યા છાત્રાલયની ભવ્ય ઈમારતનું નિર્માણ કરવામાં આવશે.
શિક્ષણ નગરી પાટણની પાવન ધરામાં ૪૮ વર્ષ પૂર્વે પ્રજાપતિ સમાજના વડીલોએ સમાજના શૈક્ષણિક વિકાસને ધ્યાને લઈ આ સંસ્થાની સ્થાપના કરી હશે અને તે અરસામાં પ્રજાપતિ સમાજના ભામાશા કહી શકાય તેવા પ્રજાપતિ હીરાભાઈ ઘનાભાઈ સંસ્થા નિર્માણ માટે ભૂમિદાન કરી જરૂરિયાત મુજબ છાત્રાલયનું સંકુલ બનાવવામાં આવેલ.આજ દિવસ સુધી સંસ્થા દ્વારા વિધાર્થીઓ માટે શૈક્ષણિક સેવાઓની સરવણી વરસાવી રહી છે.ત્યારે આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા આજ રોજ તા.૦૭/૦૧/૨૦૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ કલાકે પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રમુખ શાંતિલાલ એસ.પ્રજાપતિની ઉપસ્થિતમાં મળી હતી જેમાં પ્રમુખે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી રઘુભાઈ પ્રજાપતિએ ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લઈ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.ત્યારબાદ ૨૦૨૨- ૨૦૨૩ ના વર્ષના વાર્ષિક હિસાબો રજૂ કરાયા,આ સંસ્થામાં નવીન ઈમારતના નકશા સહિત બાંધકામ માટેની મંજૂરી લેવા,અત્યારની ઈમારત જમીન દોસ્ત કરવા બાબતે કયો નિર્ણય લેવો,નવીન ઈમારતના દાતાઓની રૂપરેખા મંજુર કરવા,અત્યારના છાત્રાલય ને નવીન જગ્યાએ ભાડે રાખવી, નવીન ઈમારત માટે દાતાઓ પાસેથી દાન લેવા બાબતે અનેક ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.પ્રાસંગિક પ્રવચન કરતા પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત ની શિક્ષણ નગરી પાટણમાં પ્રજાપતિ સમાજના કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય ની ભવ્ય ઈમારતનું નિર્માણ કરવામાં આવશે.સદર છાત્રાલય માં ૩૮૦ વિધ્યાર્થીઓ રહી શકે તેમજ તેમાં કન્યા છાત્રાલયનો અલાયદો વિભાગ બનાવી સમાજ ની ૮૦ જેટલી દિકરીઓ અભ્યાસ માટે રહી શકે તેવી પાંચ મજલાની આધુનિક સગવડોવાળી ભવ્ય ઈમારત અંદાજીત ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંધ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતીભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપપ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ અમરતભાઈ પી.કબોયા (પ્રજાપતિ),ઓડિટર હરજીભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા વિકાસ મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ થરા, શિક્ષણવિદ ડૉ. મણીભાઈ પ્રજાપતિ,શ્રીહિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસરિપોર્ટર નટવર કે.પ્રજાપતિ થરા,ગોવિંદભાઈ પ્રજાપતિ સંખારી,કાંતિભાઈ પ્રજાપતિ કડી સહિત સંસ્થાના સભાસદો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,કાંકરેજ

[wptube id="1252022"]



