MORBI:.મોરબીમાં ફાયર સ્ટેશનની જમીન ખુલ્લી કરાવવા તંત્રએ કરેલું ડિમોલ્શન!

મોરબીમાં ફાયર સ્ટેશનની જમીન ખુલ્લી કરાવવા તંત્રએ કરેલું ડિમોલ્શન!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય ન્યુઝ મોરબી)

મોરબી શહેરના કામા કાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલા મહેન્દ્રનગર સરકારી ખરાબાની જમીન ફાયર સ્ટેશન માટે ફાળવેલી હોય પરંતુ ત્યાં સરકારી જમીન ઉપર પેશકદમી થઈ ગઈ છે જેને દૂર કરવા માટે તાલુકા મામલતદાર એ નોટિસ આપીને દરેક દબાણ કારોને જાણ કરીને સરકારી જમીન ખાલી કરી દેવા જણાવ્યું હતું પરંતુ કોઈએ જમીન ખાલી નહીં કરતા આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાના તેમની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનો નું ડીમોલ્શન કરીને જમીન ખુલી કરાવી છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી માં સામાકાંઠા નેશનલ હાઇવે ઉપર અને દરેક રોડ ઉપર મોટા પ્રમાણમાં ફેકટરીઓ આવેલી છે. જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે જ્યારે આગ ઓલવવા માટે મોરબી શહેરની મધ્યમાં આવેલું ફાયર સ્ટેશન એક જ છે. જ્યારે આગ લાગે ત્યારે આ ફાયરના સાધનો રોડ ઉપરના ટ્રાફિકના કારણે સમયસર સ્થળ ઉપર પહોંચી શકતા નથી તેવું ઘણીવાર બન્યું છે. ત્યારે હાઇવે ઉપર ફાયર સ્ટેશન બનાવવાની માંગણી બુલંદ બની હતી જેને લઈને સરકારે સામા કાંઠાનું ફાયર સ્ટેશન મંજૂર કર્યું અને સર્કિટ હાઉસ ની સામે મહેન્દ્રનગરના સરકારી ખરાબા સર્વે નંબર ૧૫૬પૈકી ૧/૨ ની જમીનમાં ફાળવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં ઓલરેડી જમીન દબાણ થઈ ગયું હતું. એ દબાણ દૂર કરવા માટે સરકારી નિયમ મુજબ દરેક દબાણકારો ને નોટિસ આપીને દબાણ દૂર કરવા જણાવેલ.જે નોટિસ નો અમલ નહીં થતાં આજે તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ અને નગરપાલિકા ના સ્ટાફ તેમજ બી ડિવિઝન નાં પીઆઈ દેખાવડીયા તેમની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ બંદોબસ્ત ની વચ્ચે સરકારી જમીનનું દબાણ દૂર કરાવીને કાચા પાકા મકાનો નું ડીમોલ્શન કરીને આશરે આઠ હજાર ચોરસ મીટર જમીન ખુલી કરાવી છે. ઘણા લોકો નોટિસ આવતા જ જમીન ખાલી કરી નાખી હતી પણ પેધી ગયેલા લોકો એ ખાલી કરેલી નહીં અને ડીમોલ્શન શરૂં થતાં જ તેવા લોકો માં દોડધામ મચી ગઇ હતી.








