MORBI:મોરબી શનાળા રોડ પર જુની યદાવત નો ખાર રાખી યુવાનપર જીવલેણ હુમલો.

MORBI:મોરબી શનાળા રોડ પર જુની યદાવત નો ખાર રાખી યુવાનપર જીવલેણ હુમલો.

મોરબીના સ્કાય મોલ પાસે અગાઉ પાર્કિંગની માથાકૂટ થઇ હોય જેનો ખાર રાખીને ૧૦ જેટલા ઇસમોએ બે કાર અને એકટીવા સહિતના વાહનોમાં યુવાનનો પીછો કરી લોખંડ પાઈપ, લાકડાના ધોકા અને તલવાર તેમજ રિવોલ્વર જેવા હથિયાર સાથે યુવાન પર હુમલો કરી માર મારી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી સબ જેલ પાસે રબારીવાસમાં રહેતા સંજય જેમલભાઈ મોરી (ઉ.વ.૨૬) નામના યુવાને આરોપીઓ દેવ હકાભાઇ કુંભારવાડિયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, અંકિત, હિતુ, તીર્થ જયસુખભાઈ કૈલા તેમજ ત્રણ અજાણ્યા સહિતના ૧૦ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સંજય મોરી સિક્યુરીટી કોન્ટ્રાકટર હોય અને તા. ૦૧ ના રોજ પોતાની કાર જીજે ૨૬ આર ૧૨૨૭ લઈને ઓફિસે ગયા હતા જ્યાંથી સાંજે પરત આવી સંજય અને ઓફિસમાં કામ કરતા કરણભાઈ મકવાણા બંને કાર લઈને ઘરે જતા હતા ત્યારે શનાળા રોડ પર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં એક નંબર વગરની ક્રેટા કાર આવી આડી નાખી અવરોધ ઉભો કર્યો હતો અને ફરિયાદીની કાર પાછળ બ્રેઝા કાર જીજે ૩૬ આર ૫૪૬૨ આવી ઉભી રાખી હતી








