KUTCH
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણ સમિતિ ચેરમેનનું બહુમાન કરવામાં આવ્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ(ABRSM) સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ અને મુખ્ય શિક્ષક(HTAT) શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, મહામંત્રી બળવંતભાઈ છાંગા,અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ,મહામંત્રી પિયુષભાઈ ડાંગર,મુખ્ય શિક્ષક(એચ.ટાટ) શૈક્ષિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા, મહામંત્રી અમરાભાઈ રબારી, સંગઠન મંત્રી નારણભાઈ ગઢવી,માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.
[wptube id="1252022"]