
તા.૩૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: છેવાડાના માનવીને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પ્રતિબંધ રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે શાપર પાસે પારડી ગામમાં રૂ. ૮૧ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ ટીલાળા, દર્ષિતાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ સાથે મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવાઓની માહિતી મેળવી હતી.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં બીપી, ડાયાબિટીસ સહિતની સામાન્ય રોગોની અને કેન્સર સ્ક્રીનીંગની તપાસ તેમજ પ્રસૂતા વિભાગ,લેબોરેટરી, મમતા ક્લિનિક, ઓપરેશન થિયેટર, મહિલા અને પુરુષ વોર્ડની વ્યવસ્થા છે. તેમજ કેન્દ્રમાં પી.એમ.જે.વાય કાર્ડ દર્દીઓ માટે સ્થળ પર જ કાઢી આપવામાં આવશે. કેન્દ્ર ખાતે કેસ, દવા બારી સહિતની તમામ અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે આસપાસના ૧૦ ગામોના ૨૩,૦૦૦ થી વધુ લોકોને આરોગ્યની આધુનિક સુવિધા ઉપલબ્ધ બનશે.
આ લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી દેવાહુતી, સી.ડી એચઑ દો. નિલેશ રાઠોડ, મેડિકલ ઓફિસરશ્રી જ્યોતિબેન પટેલ, આયુષ મેડિકલ ઓફિસરશ્રી કૃષ્ણા બકરાળિયા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી લીલાબેન ઠુમર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજી, તબીબો, મેડિકલ સ્ટાફ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.