LUNAWADAMAHISAGAR

લુણાવાડા મદની પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયો.

આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા મદની પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયો.

મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક  જે જી ચાવડાસાહેબ તથા  પી એસ વલવી સાહેબ દ્વારા જાગૃતિકરણ અંગે ના કાર્યક્રમો કરવા અંગે સૂચના આપવામાં આવતા FFWC કો- ઓર્ડીનેટર સોનલ પંડ્યા દ્વારા મદની સ્કૂલ માં વિધાર્થીનીઓ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા પોલીસ સ્ટેશન ના PSI જશીબેન પરમાર, FFWC MEMBER (સામાજિક કાર્યકર )સોનલબેન પંડ્યા, મહિલા અને બાળવિકાસ માંથી જેન્ડર સ્પેશયાલિસ્ટ દીપિકા બેન ડોડીયાર, PBSC કાઉન્સેલર નિલેશ્વરી બેન, બાળસુરક્ષા માંથી મીનાક્ષી બેન રાણા ઉપસ્થિત રહેલ. જેમાં દીકરી ઓને ગુડ ટચ બેડ ટચ, અંગેની જાગૃતતા, બાળકોના અધિકાર, POCSO એક્ટ વિષે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ. દીકરીઓ ને વર્તમાન સમય માં બની રહેલ કિસ્સા ઓ થી અવગત કરવામાં આવી અને અન્યાયની સામે હિંમત કરી પ્રતિકાર કરવાની જરૂર છે. વિધાર્થીનીઓને માહિતી આપી તે બદલ શાળા ના આચાર્ય  સલામ ભાઈ એ અને આશીફ ભાઈ શેખે મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button