NATIONAL

નવજાત શીશુને સગી માતાએ જમીનમાં જીવતી દાટી દીધી

ચંદીગઢ નજીક નયા ગામમાં એક માતાએ પોતાની ત્રણ દિવસ પહેલા જન્મેલી બાળકીને જમીનમાં જીવતી દાટી દીધી. જે બાદ પોલીસે બાળકીને જમીનમાંથી બહાર કાઢીને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરાવડાવી પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલાને એવો ભ્રમ હતો કે આ બાળકી તેના ગર્ભમાં જાદુ-ટોણાના કારણે આવી હતી. પતિ-પત્ની ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

અનીતા નામની મહિલાએ ગત શુક્રવારે એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા ડિપ્રેશનનો શિકાર છે. બાળકીનો જન્મ થયા બાદ ચિંતિત મહિલાએ તેને 3 દિવસ બાદ પટિયાલાની રાવ નદી એરિયામાં ખાડો ખોદીને દાટી દીધી. આ વાતની જાણ જ્યારે મહિલાના પતિ રાજકુમારને થઈ તો તેણે પોલીસને માહિતી આપી. પોલીસ ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ માહિતી આપી તેના આધારે પોલીસે બાળકીને જ્યાં દાટવામાં આવી હતી તે સ્થળે તપાસ કરી જ્યારે બાળકીને જમીનમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તે શ્વાસ લઈ રહી હતી. બાળકીને ચંદીગઢના 16 સેક્ટર સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની નાજુક હાલતને જોતા ડોક્ટરોએ મામલાને પીજીઆઈ રેફર કરી દીધો જ્યાં બાળકીને અંતિમ શ્વાસ લીધા.

પિતા રાજકુમારના નિવેદન અનુસાર જ્યારથી આ બાળકીનો જન્મ થયો ત્યારથી તેની પત્ની વિચારોમાં ડૂબેલી રહેતી અને તેના મગજમાં ઘણુ બધુ ચાલી રહ્યુ હતુ. બાળકીના પિતાએ જણાવ્યુ કે અનીતા બાળકીને માતાની નજરથી જોતી નહોતી અને કહેતી હતી કે આ બાળકી તેણે પેદા કરી નથી. અનીતાને ભ્રમ હતો કે બાળકી જાદુ-ટોણાના કારણે ગર્ભમાં આવી છે. મહિલાના પતિ તરફથી આ ઘટના બાબતે આપવામાં આવેલી ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button