TANKARA:ટંકારા તાલુકાના અમરાપર ગામે તીસરી આંખ સીસીટીવી કેમેરા ને મંજૂરીની મોર લાગી

TANKARA:ટંકારા તાલુકાના અમરાપર ગામે તીસરી આંખ સીસીટીવી કેમેરા ને મંજૂરીની મોર લાગી
“આઝાદી બાદ સૌપ્રથમ વખત 100 વાર પ્લોટ સાડા છ વીઘા માં લાભાર્થીઓને ઘરના ઘરનું સપનું થશે સહકાર: ઉપસરપંચ હિતેશભાઇ મકવાણા”

સમગ્ર ગુજરાતના શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રજાહિત યોજના અંતર્ગત વિકાસલક્ષી કાર્યને વેગ મળી રહ્યો છે તેમ ટંકારા તાલુકાના અમરાપર ગામ પંચાયત ના ઉપસરપંચ હિતેશભાઈ મકવાણા ઉર્ફે આર્ય એ આપેલ વિગત અનુસાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર ગામે વિકાસને સ્થાન મળી રહ્યું છે જેમાં પાયાની પ્રાથમિક સુવિધા માં રોડ રસ્તા પાણી લાઈટ ગટર ના વિવિધ કામો મોટાભાગના થઈ ચૂક્યા છે અને જે તે બાકી છે તેને વિવિધ યોજનાઓ માંથી સ્થાન આપવામાં આવશે હાલ અમરાપર ગામે વિસ્તારના વિકાસ કાર્ય અંતર્ગત હિતેશભાઈ એ જણાવ્યું છે કે આજના આધુનિક યુગમાં જરૂરી સીસીટીવી કેમેરા હોય જેથી અમારું ગ્રામ્ય વિસ્તાર અમરાપર પણ સીટી જેવું સ્થાન મેળવે તેવા હેતુથી દરેક વોર્ડ વાઇસ મુખ્ય માર્ગો પર 30 જેટલા સીસીટીવી કેમેરા ને મંજૂરીની મોર લાગી ગઈ છે અને આઝાદી બાદ સૌપ્રથમ વખત જરૂરત મંદ વ્યક્તિઓને ઘરના ઘરની યોજના જે ગ્રામ્ય વિસ્તારમાં 100 વાર પ્લોટ થી લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે તે સૌ પ્રથમ વખત 6:30 વીઘા માં 70 પ્લોટ ને મંજૂરીની મોર લાગી ગઈ છે જેથી સમગ્ર અમારા અમરાપર ગામની વિસ્તારમાં સર્વે જ્ઞાતિના લોકોમાં ખુશીની લહેર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવામાં અમરાપર ગામજનો ગામનો વિકાસકાર્યથી ખુશી અનુભવી રહ્યા છે








