GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર તાલુકાનાં જેતલસર અને જેતલસર જંકશન ખાતે સંકલ્પ યાત્રાના રથને હોંશભેર વધાવતાં ગ્રામજનો

તા.૨૬/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં જેતલસર અને જેતલસર જંકશન ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કરી હોંશભેર વધાવ્યો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ રથ થકી ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોન નિર્દશન દ્વારા ખેડુતોને દવા છંટકાવની નવી પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનો વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, જેતપુર મામલતદારશ્રી એ.પી.અંટાળા, વિસ્તરણ અધિકારી ખેતી શ્રી એન.પી.બોરડ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button