

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૧૨/૨૦૨૩

સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણિદેવી રૂંગટા વિદ્યાલય. શાળાનો વાર્ષિક રમતોત્સવ ત્રણ દિવસ સુધી શાળાના મેદાનમાં યોજાયો. જેમાં તા.20/12/2023 ના દિને પ્રિ-પ્રાયમરી વિભાગ, તા.21/12/2023 ના દિને ધો-1 થી 5 નો અને તા.22/12/2023 ના દિને ધો-6 થી 8 નો રમતોત્સવ યોજાયો . જેમાં બાળકો અનેક વિવિધ રમતો રમ્યા. સાથે શિક્ષકમિત્રો પણ રમત રમ્યા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયરકોચ શ્રી રાજનસિંહ ગોહિલ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓ આ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શાળામાં પધારીને તેઓએ બાળકો તથા શિક્ષકમિત્રોને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ ડો. ચિત્રા જોશી તથા ધર્મેન્દ્રસિંહ મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કેમ્પસ ડાયરેક્ટર કુલવંતસરે પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રમતોત્સવ કાર્યક્રમનું શાળાના આચાર્ય તથા શિક્ષકમિત્રો એ સુંદર આયોજન કરી સફળ બનાવ્યો હતો.








