GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા પંચમહાલ જિલ્લાના સ્વેચ્છિક એજ્યુકેટર ની તાલીમ હાલોલ કુમાર શાળામાં યોજાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૪.૧૨.૨૦૨૩

ઉડાન જનવિકાસ દ્વારા ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૭૦૦ વિસ્તાર અને સરકારી પ્રાથમિક શાળાઓમા બાળકોના શિક્ષણ અંગે જાગૃતિનું કામ કરી રહી છે ત્યારે ૧૫૦ જેટલાં ગામો / વિસ્તારોમાં સ્વેચ્છિક યુવાઓ (એજ્યુકેટર) દ્વારા પોતાના ગામમાં સરકારી શાળામા અભ્યાસ કરતા બાળકોને શાળાના સમય પહેલા અથવા તો પછી પોતાના ઘર કે કોઈપણ નક્કી કરેલ જગ્યા પર બાળકોને ૧ કલાક બેસાડી એજ્યુકેટર દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.આવા એજ્યુકેટર ને ઉડાન જનવિકાસ દ્વારા અવારનવાર ક્ષમતાવર્ધન કરી તેમને જરૂરી મટીરીયલ અને ટેકો પૂરો પાડે છે. જેનાથી ગરીબ અને વંચિત સમુદાયના બાળકોના શિક્ષણની ગુણવતામાં વધારો થાય અને વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આજ રોજ તાલીમમાં પંચમહાલના હાલોલ, કાલોલ, ઘોઘમ્બા, જાંબુઘોડા, ગોધરા સહિતના ૨૫ જેટલાં એજ્યુકેટર ની તાલીમ હાલોલ ખાતે કુમારશાળામાં યોજાઈ હતી.તાલીમમાં મુખ્યત્વે ઉડાન જનવિકાસ ની કામગીરી અને હેતુની ચર્ચા કરવામા આવી હતી. આ ઉપરાંત વિક્રમ સારા ભાઈ ની મેથ્સ કીટ ને લઈને લેવલ મુજબ પ્રેક્ટિકલી બાળકોને શીખવવાની પદ્ધતિની દરેક કાર્યકર દ્વારા પ્રેક્ટિકલ કરવામાં આવ્યું હતું અને તેનું એજ્યુકેટર દ્વારા ડેમો કરાવવામાં આવ્યું હતું.હાલોલ કુમારશાળાના ગણિતવિજ્ઞાન ના શિક્ષક પ્રવીણભાઈ દ્વારા એજ્યુકેટર ના કામને સમ્માનિત કર્યું હતું અને તેઓ દ્વારા પણ પ્રવુતિ કરાવવામાં આવી હતી. ઈરફાન શેખ દ્વારા મેથ્સ કીટ ને અગાઉ સેન્ટર માં બાળકો સાથે કરાવેલ નું ટેક્નોલોજીના માધ્યમથી એજ્યુકેટર ને બતાવી સોસીયલ મીડીયાનો ઉપયોગ વિષયવસ્તુ શીખવવાની પદ્ધતિ બતાવવામાં આવી હતી.આ તાલીમ બાદ પોતાના સેન્ટર અને શાળા સાથે મેથ્સકીટ નુ કેમ્પ્યેન માટેનું આયોજન કરવામાં આવ્યું તેમજ સ્થાનિક SMC, આચાર્ય અને વાલીઓ સાથે સંકલન કરી આ પ્રવુતિ શાળા અને બાળકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્મ ને સફળ બનાવવામાં પંચમહાલ ના કાર્યકરો તેમજ કુમાર શાળા પરિવારનું મહત્વનું યોગદાન હતું.

[wptube id="1252022"]
Back to top button