દાંતીવાડા તાલુકા કક્ષા નો કલા મહાકુંભ સરદાર કૃષિનગર વિદ્યાલય, સરદાર કૃષિનગર, દાંતીવાડા ખાતે યોજાયો

24 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા તાલુકા કક્ષા નો કલા મહાકુંભ સરદાર કૃષિનગર વિદ્યાલય, સરદાર કૃષિનગર, દાંતીવાડા ખાતે22 ડિસેમ્બર ના રોજ યોજવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે ધાનેરા તાલુકાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સર તથા તાલુકાના સર્વ અગ્રણીઓ,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશભાઈ સોની, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નાનજીભાઈ ખરસાણ, મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી, તેમજ તાલુકાની અન્ય શાળા ના આચાર્યો શ્રી કિરીટભાઈ પટેલ મોડેલ સ્કૂલ દાંતીવાડા શ્રી મનોજભાઈ પટેલ, પાંથાવાડા, એસ.વી.એસ કન્વીનર મલાણા હાઇસ્કુલના આચાર્ય શ્રી અમિતભાઈ વ્યાસ ,શ્રી પ્રવીણભાઈ ત્રિવેદી, અમીરગઢ, નરેન્દ્રસિંહ બારોટ,ડાંગિયા, બી.આર.સી, સી.આર.સી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ને ઉજળો બનાવવામાં આવ્યો. સમગ્ર દાંતીવાડા તાલુકા માંથી દરેક શાળા ના બાળકલાકારો એ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ દાંતીવાડા ના લોડપા ગામના વતની શ્રી સવશીભાઈ ચૌધરી તથા તેમના ભત્રીજા શ્રી રાજુભાઇ ચૌધરી રહ્યા જેઓએ શાળાના તમામ બાળકોને ભોજન કરાવી અને એક ઉમદા સેવા પૂરી પાડી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સરદાર કૃષિનગર વિદ્યાલયના તમામ સ્ટાફ પરિવારના મિત્રોએ કર્યું . કાર્યક્રમને સફળ બનાવવા અને અનુમતિ આપવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. રવિભાઈ એમ.ચૌહાણ, એસએમસી ના ચેરમેન અને વિસ્તરણ અધિકારી શ્રી ડૉ. અરવિંદભાઈ જે. પટેલ તેમજ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. પી ટી પટેલ સાહેબ નું માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થયા. સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા શાળા ના આચાર્ય શ્રી તેજસભાઈ જોષી અને સહ કન્વિનર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ એ પુરી પાડી હતી.



