GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા કક્ષાનો કલામહાકુંભ ૨૦૨૩ અડાદરા સ્થિત શ્રી એમ.આર.હાઇસ્કૂલ ખાતે યોજાયો

તારીખ ૨૩/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પંચમહાલ આયોજિત કાલોલ તાલુકા કક્ષાનો કલામહાકુંભ ૨૦૨૩ શ્રી એમ.આર. હાઇસ્કૂલ અડાદરા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં કાલોલ તાલુકાની શાળાઓએ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં ગાયન,વાદન, અને નૃત્ય માં આશરે ૨૦૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી કરી હતી.તમામ સ્પર્ધાઓ વયજુથ પ્રમાણે ૬થી ૧૪ વર્ષ,૧૫થી ૨૦ વર્ષ,અને ૨૧થી ૬૦ વર્ષ પ્રમાણે વિભાગવાર અલગ અલગ કરવામાં આવી હતી.જેમાં દેલોલ પગાર કેન્દ્રની પીલવાની મુવાડી પ્રાથમિક શાળાના ૬થી ૧૪ વર્ષ વયજુથના બાળકો સમુહગીતમાં બીજા ક્રમે,તેમજ આ જ શાળાના વિદ્યાર્થી ગોહિલ મિહિર તબલાવાદનમાં ૬થી ૧૪ વર્ષ વય જુથમાં ત્રીજા ક્રમે આવી શાળાનું નામ રોશન કરેલ છે.આ જ શાળાના આ.શિક્ષક અરવિંદભાઈ સેલોત ૨૧થી ૬૦ વય જુથમાં ગાયન વિભાગમાં લોકગીતમા ભાગ લીધો હતો.જેમાં તેમણે”કાળી વાદલડી તુને વિનવે રે,બે ઘડી નાચી લે રંગ મોરલા.”લોકગીત રજૂ કરી પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ પીલવાની મુવાડી પ્રાથમિક શાળા તેમજ સમગ્ર કાલોલ તાલુકાનું કલામહાકુંભમાં બીજી વાર નામ રોશન કર્યું છે.જેઓ હવે જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધામાં કાલોલનું પ્રતિનિધિત્વ કરશે.અડાદરા શ્રી એમ.આર. હાઇસ્કૂલ ના આયોજકો અને ગોધરા તેમજ હાલોલથી આમંત્રિત નિર્ણાયકશ્રીઓની દેખરેખ હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ સુંદર અને સફળ રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button