GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા તાલુકાના રબારીકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

તા.૨૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આશરે ૩૯૦થી વધુ ગ્રામજનોની આરોગ્યલક્ષી તપાસ તેમજ સારવાર કેમ્પમાં ૧૭૦ પશુઓની આરોગ્ય ચકાસણી કરાઈ

Rajkot, Upleta: રાજ્યના દરેક નાગરિકને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો મળી શકે અને લોકજાગૃતિ પ્રસરે એ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા ગામે ખાતે યોજાઇ હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેઠળ ૪૮૨ જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. જે અંતર્ગત ૪૦૦ ગ્રામજનોની આરોગ્ય તપાસ કરાઇ સાથે ૧૭૦થી વધુ પશુઓની આરોગ્ય કેમ્પ હેઠળ સારવાર કરાઈ હતી. આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા માતૃશક્તિ , ઉજ્જવલા, બાળશક્તિ અને પૂર્ણશક્તિની કીટનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.

તેમજ આ કાર્યક્રમમાં મહિલાઓ બાળકો રમતવીર તેમજ સ્થાનિક કલા કારીગરોને સન્માનિત કરાયા હતા. ડ્રોન નિદર્શન ,સોઇલ હેલ્થ કાર્ડ, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો. 100% જલ જીવન મિશન, જન ધન યોજના, પી.એમ. કિસાન યોજના સંતૃપ્ત થયેલ ગ્રામ પંચાયત સહિતની વિવિધ યોજનાઓની અને વિતરણની કામગીરીનો લાભ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી જુલેખાબેન ખપીફ, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી જતીનભાઈ ભાલોડિયા, અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button