
તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જનમાનવ સુધી પહોંચે અને છેવાડાના માણસને લાભ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” થકી રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં શહેરી વિસ્તારમાં વસતા નગરજનોને લાભાન્વિત થયાં હતા.


નવાગઢ નગરપાલિકા તથા જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૦ ડિસેમ્બરના રોજ ડો.આંબેડકર ચોક, નવાગઢ ખાતેથી શરૂ કરી આ યાત્રા, તા. ૨૧ ડિસેમ્બરના રોજ ગોંદરા વિસ્તારના ખાખામઢી આશ્રમ, જ્યારે તા. ૨૨ ડિસેમ્બરના રોજ ધોરાજી રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમ થકી નાગરિકોએ આયુષ્માન યોજના, ઉજજ્વલા યોજના, મિશન મંગલમ્ સહિત અનેક યોજનાઓનાં લાભો ઘરઆંગણે મેળવ્યા હતા.


આ તકે પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, જેતપુર ચીફ ઓફિસરશ્રી અશ્વિન ગઢવી, જેતપુર શહેર મામલતદારશ્રી વી. એન. ભારાઈ, જેતપુર પી.એસ.આઈ. તેમજ આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








