GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરના જેતલસર ગામ પાસે રોડ પર જતાં ઘેટાં બકરાને ઇનોવા કારે અડફેટે લેતા ૬ જેટલા ઘેટાના મોત, ૯ જેટલા ઘાયલ

તા.૨૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: જેતપુરના જેતલસર ગામ પાસે રોડ પર જતાં ઘેટાં બકરાના વાઘ (ઝુંડ)ને એક ઇનોવા કારે ૧૫ જેટલાં અડફેટે લેતા ૬ જેટલા ઘેટાના મોત નિપજ્યા અને ૯ જેટલા ઘાયલ થયાં હતાં.

પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા જિલ્લામાં રહેતા ટપુભાઈ ગરચર નામના માલધારી યુવાન હજારેક જેટલા ઘેટાં બકરાના વાઘ (ઝુંડ)ને ઘાસચારા માટે જૂનાગઢ બાજુ લઈ જવા નીકળ્યા હતાં. ત્યારે તેઓ જૂનાગઢ રોડ નેશનલ હાઈ વે પર જેતલસર ગામ પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતી એક ઇનોવા કારે ૧૫ જેટલાં ઘેટાં બકરાને અડફેટે લીધાં હતા. જેમાંથી ૬ જેટલાંના મોત નિપજ્યા જ્યારે ૯ જેટલા ઇજાગ્રસ્ત થયા હતાં.

નેશનલ હાઈ વે પર અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી સ્થાનિકોએ તરત જ માલધારીની મદદ કરી ઘેટાં બકરાં રોડ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button