AHAVADANG

નવસારી જિલ્લામાં વિદેશથી આવનાર પક્ષીઓની ગણતરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દર વર્ષે વિદેશથી પક્ષીઓ ભારત માં આવી ને વસે છે. નવસારી સહિત પુરા રાજ્ય ના જળપલ્લવિત વિસ્તારમાં વન વિભાગ  દ્વારા પક્ષી ગણતરી નું આયોજન કરાયેલું છે. જેને બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. નવસારીમાં કુલ ૧૨ જેટલા વિસ્તાર ઓળખ કરી જેતે વિસ્તાર ની અંદર પ્રથમ તબકકાની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થી અને NGO દ્વારા મળી ને કુલ ૧૩૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં કુલ ૧૬૬ જેટલી પક્ષીની પ્રજાતિ તથા આશરે ૮૦૦૦ આસપાસ પક્ષી જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ભાવના દેસાઈ દ્વારા પોઇન્ટ પર વિઝિટ કરી ગણતરીકારો નો ઉત્સાહ વધાર્યો હતો.
<span;>પક્ષી ગણતરી દરિમયાન એક સાથે ૧૬ જેટલા સારસ ક્રેન જોવા મળ્યા જે નોંધનીય બાબત છે.  પ્રથમ તબક્કા હાઈલાઇટેડ પક્ષીઓ અંદર કાળો શાહીન (Peregrine falcon) -Fastest bird, 15 જેટલા saras crane, રાખોડી કારચીયા- (Common pochard), બાહ્મણી બતક (Ruddy shelduck), સળીપુંછ ગારાખોદ(Pintail Snipe),  પરદેશી સંસાગર (Booted Eagle), ગુલાબી ચકલી (Common Rosefinch) સમાવેશ થયો હતો.

[wptube id="1252022"]
Back to top button