AHAVADANG

ડાંગ જિલ્લામાં આદિ અનાદિ કાળથી ડુંગરદેવ અને પ્રકૃતિનાં દેવી દેવતાઓનાં કરાતી પૂજા આજે પણ અકબંધ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આદિવાસી સમુદાયમાં ડુંગરદેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે.જેમાં માગસર પુનમ પહેલા 15થી 20 દિવસનાં ગાળામાં પૂજા કરવામાં આવે છે.આ ડુંગરદેવની પૂજા ફક્ત ભગત(ભૂવાઓ)દ્વારા કરવામાં આવે છે.ગામમાં ડુંગરદેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે.ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યા આ ભાયા રહે છે.તેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે.ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવુ પડે છે.તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે.મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. દેવી દેવતાઓનાં વારા(પવન)આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવુ પડે છે.વારા(પવન) આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે.ભાયા વખતે ભગતો ધૂણે છે.તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે.વારો (પવન)આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે.જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થંભ પાસે જઈને ગોળ ફરતા નાચવા અને ધુણવા લાગે છે.જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે.તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે.આને ડાંગી ભાષામાં સુળ પડ્યો એમ કહેવામાં આવે છે.ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે.જેને ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા અંગારા ખાય છે.અમુકને કાંટાળો દેવ પણ આવે છે.જે વ્યક્તિ અણીદાર કાંટા પર આળોટવા લાગે છે.તથા કાંટા સાથે બાથ ભીડી લે છે.સાથે અમુક વ્યક્તિઓ અંગારા પર નાચે છે.આ વખતે દેવીય શક્તિનાં પગલે એમને કઈ પણ ખબર રહેતી નથી.સાથે આ અંગારા તેના પર કોઈ અસર કરતા નથી.કે કાંટા પણ કોઈ અસર કરતા નથી.આ પૂજામાં જેમણે ભાગ લેવો હોય તેમણે સ્નાન કરવું જ પડે છે.વારો(પવન) આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવુ પડે છે.ભાયા નાચ વખતે પાવરી વાગે છે.અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે.ડુંગરદેવની પૂજા ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી.આ પૂજામાં ભાગ લેવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે.જેને પવન આવતો હોય એવા વ્યક્તિઓ પણ ભાયામાં સામેલ થાય છે.ભાયાની સ્થાપનાનાં બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે.ત્યાર પછી બીજા ગામમાં આ પુજકો નાચ ગાન કરવા જતા હોય છે.બીજા ગામે જ્યારે ભાયા જાય છે.ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે.ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે.નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે.ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે.ત્યાં માવલી હોય છે.આ માવલીના નજીક આખી રાત માયા નૃત્ય થાય છે.ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું મહત્વ ઘણું છે. ડુંગરદેવ બે રીતે ઉજવવામાં આવે છે.એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે, બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે.આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે. ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે.ભાયા કાર્યક્રમ એ ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો કાર્યક્રમ છે.ડાંગ જિલ્લામાં આજે પણ ડુંગરદેવની પૂજા આસ્થાપૂર્વક કરવામાં આવે છે.આદીઅનાદિ કાળની ચાલી આવેલી ડુંગરદેવની પૂજાની અસ્મિતા આજે પણ ડાંગમાં જોવા મળી રહી છે..

[wptube id="1252022"]
Back to top button