BANASKANTHADEESA

રંગોઉત્સવ સેલિબ્રેશન ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગોગઢણી પ્રાથમિક શાળા દ્વારા રંગો ઉત્સવ સ્પર્ધા 2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ59 બાળકોએ ભાગ લીધો હતો તેમાંથી નવ બાળકોને ગોલ્ડ મેડલ બે બાળકોને બોન્ઝ મેડલ એક બાળકને સિલ્ડ પ્રાપ્ત કરેલ છે. ભાગ લેનાર દરેક બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બે શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં શ્રી હસમુખભાઈ પરમાર અને શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ નો સમાવેશ થાય છે. અગાઉના ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ની અંદર બાળકો ભાગ લે સારૂ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તમામ બાળ મિત્રોનો આભાર શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. શુભેચ્છક આર. સી મિશન શાળા વડતાલ ના ઉપાચાર્ય ડા. શૈલેષ વાણીયા શૈલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button