
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ પોલિસી એ આપી કાંધ : વૃદ્વ મહિલાના મૃતદહેનો ત્રણ દિવસ પછી અગ્નિ સંસ્કાર કરાયો,પોલીસ બની સહારો

અરવલ્લી જિલ્લામાં મોડાસા ના મુલોજ ગામે છેલ્લા ત્રણ દિવસ થી 98 વર્ષીય વૃદ્વ મહિલા નું આકસ્મિત કુદરતી રીતે મૃત્યુ થયું હતું જેમાં વૃદ્ધ મહિલા ની આગળ પાછળ કોઈ જ ન હતું અને જમીન ના વિવાદના આક્ષેપો સાથે વૃદ્ધ મહિલા ની લાશ ત્રણ દિવસ થી રજડતી હતી વૃદ્ધ મહિલા ની દીકરીઓ લાશને જમીન રાખનાર ના ઘર પાછળ ના ખેતરમાં મૂકી દીધી હતી અને અંતે આ મામલો પોલિસ સ્ટેશન ખાતે પોહ્ચ્યો હતો અને ટીંટોઈ પોલિસ ઘટના સ્થળે પોહચી હતી જેમાં ભારે જહેમત પછી લાશ મૂકી જનાર દીકરીઓ ને ટીંટોઈ પોલિસ દ્વારા સમજાવવામાં આવી અને દીકરીઓ પોતાની વૃદ્ધ માતાની લાશના અગ્નિ સંસ્કાર કરવા તૈયાર થઇ હતી. અને ટીંટોઈ પી એસ આઈ અને ટીંટોઈ પોલિસ સ્ટાફ એ વૃદ્ધ મહિલાની લાશનના અગ્નિ સંસ્કાર માટેની જાતે જ જહેમત ઉઠાવી હતી જેમાં લાકડાં થી લઇ ને લાશનને સ્મશાન સુધી લઇ જઈ પોલીસે દીકરીઓ ને સાથે રાખી સ્મશાન લઇ જઈને પોલીસે વૃદ્ધ મહિલાની લાશના અગ્નિ સંસ્કાર કર્યા હતા જેમાં આ ઘટના થી અરવલ્લી જિલ્લા પોલીસની માનવતા મહેકી ઉઠી હતી અને વૃદ્વ મહિલાની લાશના અગ્નિ સંસ્કાર કરવા માટે ટીંટોઇ પોલિસ સ્ટેસનના પીએસઆઈ અને પોલીસ કર્મીઓ સહારો બન્યા હતા જેમાં વૃદ્વ મહિલાના અગ્નિસસ્કારમા પોલીસે કાંધ આપી હતી અને પરિવારની બે દીકરીઓ ને સાથે રાખી પોલીસ સ્ટાફ ધ્વારા અગ્નિસસ્કાર કરાયો હતો ત્યારે આ ઘટના ને જોઈ કહેવત આવી જાય છે કે માં તે માં બીજા વગડાના વા અને એક વૃદ્ધ મહિલા ના મૃત દેહને માતાના રૂપે જોઈને પોલિસની માનવતા સામે આવી અને અંતે અગ્નિ સંસ્કાર કરાયા ટીંટોઈ પીએસઆઈ અને પોલીસ કર્મોઓની સહનીય કામગીરીથી હાલતો ખાખીને સો સો સલામ કરીએ તો પણ ઓછા પડે








