
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા નગરમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં માર્ગની સાઈડમાં આવેલ દબાણોને દૂર કરાતા ફફડાટ મચી જવા પામ્યો હતો…
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે માર્ગની સાઈડમાં દબાણોનો રાફડો ફાટ્યો હતો.આહવા નગરમાં સાપુતારા સર્કલથી વઘઇ સુધી દબાણકર્તાઓએ ફૂટપાથ પર તથા માર્ગમાં પણ લારીઓ તથા શેડ પાડી દેતા ટ્રાફિકની સાથે મોટી અડચણ ઉભી થઇ હતી.જેથી આજરોજ ડાંગ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જેસીબી લઈને દબાણ હટાવવાનું કામ ચાલુ કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી.વહીવટીમથક આહવા ખાતે તંત્ર દ્વારા મોડી સાંજ સુધીમાં માર્ગની સાઈડમાં આવેલ તમામ દબાણ હટાવી દઈ માર્ગને ખુલ્લો કર્યો હતો.તથા આહવાનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો..
[wptube id="1252022"]





