AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે સ્મશાન નજીક ઉભી કાર પર વીજપોલ ધરાશાઈ થયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ખ્રિસ્તી સમાજના સ્મશાન ભૂમિનાં  ગેટ પાસે ઉભી કાર પર વીજપોલ ધરાશાય થઈ ગયો હતો. ત્યારે વીજ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે.આહવા ખાતે આવેલ ખ્રિસ્તી સમાજના સ્મશાન ભૂમિના ગેટ પાસે વર્ષો જૂનો વીજપોલ હતો.જે જમીન લેવલ પર જ હોય.જેના કારણે સ્મશાન ભૂમિના ગેટ પાસે ઊભેલી કાર રજી. નં.GJ -5-CE-8160 ઉપર વીજ પોલ પડી ગયો હતો.વીજ પોલ પડી જવાને કારણે કારને મોટુ નુકસાન થયુ હતુ.ત્યારે કારના સમારકામ કે વળતર અંગે કારના માલિકે વીમા કંપની કે વીજ વિભાગ કોની સામે દાવો માંડવો તે પણ યક્ષ પ્રશ્ન બની ગયો છે.વીજ વિભાગની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની લોક ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.તેમજ કંડમ અવસ્થાના વીજ પોલ આજે પણ ડાંગ વીજ વિભાગ દ્વારા કાઢવામાં આવેલ નથી.જેના કારણે વીજ વિભાગને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે.તેમજ કારને જે નુકશાન થયુ છે તેનુ વળતર કોણ ચૂકવશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે.

[wptube id="1252022"]
Back to top button