GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર પંથકમાં માવઠાથી કપાસ, ડુંગળી, મરચાં, જીરૂ, ધાણા સહિતના પાકોમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો

તા.૧૩/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: પંદર દિવસ પૂર્વે થયેલ માવઠાથી રાજકોટ જિલ્લાના બે જ તાલુકામાં પાકની નુકશાનીનો સર્વે થવાની જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેરાત કરાતા જેતપુર તાલુકાના ખેડૂતો રોષે ભરાઇને જેતપુર તાલુકામાં તાત્કાલિક પાક નુકશાનીનો સર્વે શરૂ કરવા માંગે કરી હતી.

પંદર દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોષ્મી માવઠું થયેલ જેમાં જેતપુર પંથકમાં પણ સારું એવું માવઠું થતા કપાસ, ડુંગળી, મરચાં, જીરૂ, ધાણા સહિતના પાકોમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, અને આ માવઠાના અહેવાલો પણ ફોટો, વીડિયો સાથે પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયામાં જે તે સમયે આવેલ. માવઠાથી થયેલ નુકશાનીનો સર્વે ક્યારે થશે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતાં. ત્યાં આજે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રાજકોટ જિલ્લામાં ૩૩ ટકા નુકશાની થઈ હશે તેં તાલુકાને જ સહાય મળશે તેમાં રાજકોટ અને પડધરી બે તાલુકામાં જ માવઠાથી નુક્શાનીનો સર્વે થશે તેવા નિવેદનના પગલે જેતપુર તાલુકાના ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો છે.

આ અંગે પંથકના ખેડૂતોએ જણાવેલ કે, પંદર દિવસ પૂર્વે માવઠું થયું તેનાથી કેટલું નુકશાન થયું તેની સ્થાનિક તલાટીમંત્રીથી માંડીને મુખ્યમંત્રી સુધીના તમામને હવામાન ખાતા તેમજ વિવિધ મીડિયા મારફત જાણ જ છે. જેથી સર્વે માટે ક્યારે સરકારી અધિકારીઓ ક્યારે આવશે તેવી ખેડૂતો રાહ જોતા હતાં. અને સર્વેની રાહમાં અમુક ખેડૂતોએ માવઠાથી બળી, બગડી ગયેલ પાક કાઢી ( રાપલી ) નાંખ્યો છે તેનો સર્વે કેવી રીતે થશે ? જ્યારે કેટલાક ખેડૂતોએ સર્વેની રાહમાં હજુ બગડી કે બળી ગયેલ પાક ખેતરમાં યથાવત રાખ્યો છે. તે હવે નવું શિયાળું વાવેતર પણ કરી શકે તેમ નથી.

જેથી માવઠાથી પાકને નુક્શાનીના સર્વેમાં જેતપુર તાલુકાનો પણ સમાવેશ કરી તાત્કાલિક સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button