
તા.૧૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ડ્રોન પ્રદર્શન, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયા
Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના જીયાણા-વાકવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી આ યાત્રાના પરંપરાગત રીતે વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના સખીમંડળથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીશ્રી હંસાબેન અને આયુષ્માન યોજનાનો લાભ મેળવનાર વિમલભાઈએ પોતાની કહાની રજૂ કરી હતી.
આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગ્રામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, તાલુકા પંચાયત સભ્ય શ્રી કાનજીભાઈ મેઘાણી, અગ્રણીશ્રી અજીતભાઈ ગમારા, સંજયભાઈ રંગાણી, સૂર્યારામપરાના સરપંચ શ્રી સામજીભાઈ કુમારખાણીયા, સેતલબેન મોનાણી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.