AHAVADANG

Dang: આહવા તાલુકાનાં ચનખલ ગામ ખાતે વીજળી બચત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઇ…

મદન વૈષ્ણવ- ડાંગ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં વડી કચેરીનાં આદેશ અનુસાર આહવા જી.ઈ. બીનાં નાયબ કાર્યપાલક ઈજનેર વી.ડી.પટેલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગામડાઓમાં વીજળી બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે   આહવા તાલુકાના ચનખલ ગામની પ્રાથમિક શાળામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ધોરણ 5 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ ચિત્ર સ્પર્ધામા પ્રથમ ક્રમે  ભગ્રિયા સુહાની વિજયભાઈ, દ્વિતીય ક્રમે  સંગીતાબેન સિતારામલભાઈ બ્રડે તથા તૃતીય ક્રમે  મહેકબેન અશ્વિનભાઈ  વાઘમારે વિજેતા થયા હતા.વિજેતા થયેલ વિદ્યાર્થીઓને  દ.ગ. વીજ કંપની આહવા પે. વી.કચેરી દ્વારા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ વીજ બચત કરવાથી  થતા ફાયદા અને રાષ્ટ્ર ઘડતરમાં વીજળી બચત માટે વિદ્યાર્થીના સહયોગ અંગેના સૂચનો
આપવામાં આવ્યા હતા…

[wptube id="1252022"]
Back to top button