JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

Jamnagar : ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે શાળા નં-18 ની શિક્ષણ શિબિર યોજાઈ

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે શાળા નં-18 ની શિક્ષણ શિબિર યોજાઈ જેમા વિધાર્થીઓએ વિવિધ યાયાવર પક્ષીઓની માહિતી, વિશેષતા વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. જંગલ ટ્રેકિંગ, ચેરના જંગલો,અભ્યારણનો ઇતિહાસ અને રાત્રિના સમયે ફાયર કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાત્રિના સમયે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગના કર્મચારીશ્રી દક્ષાબેન વઘાસિયા, સિધ્ધરાજભાઈ લગધીરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને  હસમુખભાઈ દ્વારા ક્વીઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ક્વીઝ સ્પર્ધા પ્રથમ કછેટીયા ગૌરી,  દ્વિતીય સુમણિયા તેજલ અને તૃતીય સ્થાન સોનગરા આયુષીએ મેળવ્યું હતું. ક્વીઝ સ્પર્ધાના વિજેતાને સર્ટિફિકેટ તથા પુસ્તકો ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. શિક્ષણ શિબિરમાં શાળાના શિક્ષક સંદીપભાઈ રાઠોડ,મોતીબેન કારેથા તથા પરીતાબેન કુંડલીયાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ ફોરેસ્ટ ટીમના  સુંદર આયોજન અને સહકાર બદલ તમામનો આભાર પ્રગટ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button