BHARUCHBHARUCH CITY / TALUKO
જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચના ખેલાડીને પ્રશસ્તિપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા

જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચના ખેલાડીને પ્રશસ્તિપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા
ભરૂચ જિલ્લાના ડૉ.નિલેશ દેસાઈએ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં નાશિક ખાતે યોજાયેલ આઈ.ટી.એફ વર્લ્ડ ટેનીસ માસ્ટર્સ ટુર ટુર્નામેન્ટમાં અબોવ- ૪૫ના વયજૂથમાં સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ અને IMAની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ ડૉ. નિલેશ દેસાઈને ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








