
બટાકા નગરી તરીકે જગવિખ્યાત ડીસામાં શ્રી કચ્છી પ્રજાપતિ સમાજની વાડી ખાતે તા.૯/૧૨/૨૦૨૩ ને શનિવાર ના રોજ સાંજે ૫.૩૦ કલાકે શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ દ્વારા ડીસા ખાતે રહેતા વઢીયાર પરગણા પ્રજાપતિ સમાજના ભાઈ-બહેનોનું ચોથું દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સહ પરિવાર સાથે મળી વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ સૌ માટે લાભદાયી, સુખદાયી તેમજ ફળદાયી નીવડે એવી માઁ કુળદેવી માતાજી તથા અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરી હતી.આ સ્નેહમિલનમાં ભોજન પ્રસાદ પ્રજાપતિ મુળજીભાઈ કાળાભાઈ વાલપુરા હાલ ડીસા તરફથી આપવામાં આવ્યો હતો જ્યારે પ્રજાપતિ પુનાભાઈ વાલાભાઈએ ફ્રીમાં રસોઈ બનાવી આપી હતી.વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.ડીસા ખાતે રહેતા પ્રજાપતિ સમાજને એકત્રિત કરી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ ડીસાના મેહુલકુમાર એમ. પ્રજાપતિ, વિજયકુમાર એમ. પ્રજાપતિ, શૈલેશકુમાર ડી. પ્રજાપતિ,નેહાલકુમાર એન. ઓઝા,સુનિલકુમાર એ.પ્રજાપતિ, ભાવિક એચ.પ્રજાપતિ સહિતની ટીમે અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન મેહુલકુમાર મુળજીભાઈ પ્રજપતિ એ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]