DANGWAGHAI

Dang: વઘઇ પોલીસની સી ટીમે પરિવારથી વિખુટા પડેલા વૃદ્ધને પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો.

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની સી ટીમ દ્વારા આશરે 6 મહિનાથી મહારાષ્ટ્રમાંથી પરિવારથી વિખુટા પડેલા વૃદ્ધને પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવવામાં આવ્યો હતો.કાલીબેલ વિસ્તારમાં એક અજાણ્યા મોટી ઉંમરના વ્યક્તિ બસ સ્ટેશન પાસે મળી આવ્યા હતા. જે બાદ સી ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને નામઠામ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યુ હતુ કે,તેમનું નામ પોટ્યા ભાઈ ધવળે ભાઈ દિગે (ઉ. વ.આ.૫૮ રહે. પોન્ડીચાપડા તા. જવાર જી. પાલઘર,મહારાષ્ટ્ર) ભૂલથી આ વિસ્તારમાં આવી ગયેલ છે.જે બાદ વઘઈ પોલીસની સી ટીમ દ્વારા જવાર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને  વૃદ્ધના પરિવારજનોનો ટેલીફોનિક સંપર્ક કરીને તેમને વઘઈ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. અને વૃદ્ધને તેમના સગા ભાઇને તેમનો કબજો સોંપવામાં આવ્યો હતો.ત્યારે અંદાજે છ માસથી વિખુટા પડેલ વૃદ્ધને વઘઈ પોલીસની સી ટીમ દ્વારા પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવી માનવતા મહેકાવી હતી..

[wptube id="1252022"]
Back to top button