WAKANER:લુણસરિયા ગામ પંચાયતની બિલ્ડીંગ પડું પડું જીવના જોખમે તલાટી મંત્રી અરજદારો ને ભયંકર ભય!!!

લુણસરિયા ગામ પંચાયતની બિલ્ડીંગ પળુ પળુ જીવના જોખમે તલાટી મંત્રી અરજદારો ને ભયંકર ભય!!!

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હાલ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છે ત્યારે લુણસરિયા ગામ ખાતે તારીખ 9 12 2023 ના રોજ લુણસરિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ નો રથ ગામે હર્ષભેર ધામે ધૂમે પહોંચ્યો હતો જેનું સ્વાગત સરપંચ અને ગામજનો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ખાટલે મોટી ખોટ ની જેમ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગે ગામજનોને માહિતગાર કરવામાં આવે છે પરંતુ સરકારી કચેરી એવી ગ્રામ પંચાયત ખુદ માંદગીના બીજાને હોય તેમ જંજરીત ભયજનક હોય જેની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ હોય છતાં ખાતમુહૂર્ત નો અભાવ હોય તેમ પુરા પ્રમાણમાં ગ્રાન્ટ મંજૂરના થતા કોન્ટ્રાક્ટર દ્વારા મજબૂત ગામ પંચાયતનું બાંધકામ કેમ કરી શકે? એ પણ ચિંતક પ્રશ્ન વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં એ પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છે..

ત્યારે વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે જોખમી ભયજનક જંજરીત ગામ પંચાયત ના બિલ્ડીંગ થી ગ્રામ્ય વિસ્તારના અરજદારો અને બિલ્ડિંગમાં બેહતા તલાટી મંત્રી જાણે જીવના જોખમે ફરજના ભાગે કોઈ મોટી દુર્ઘટના નો ભોગ ના બને તેની તકેદારી વિકાસની વાતો કરનાર નેતાઓએ રાખવી જોઈએ તે આ ડિજિટલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના મતદારોની લાગણી ભૈર માંગણી જન્મી છે








