
મોરબીમાં પશુ પંખી માટે મેડિકલ સારવાર અંતર્ગત એમ્બ્યુલન્સ શરૂ
(મોરબી: રિપોર્ટ આરીફ દિવાન) મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા કેશવ ગૌશાળા દ્વારા પવિત્ર મકરસંક્રાત નિમિત્તે તારીખ 14 1 2023 ના રોજ પશુ પંખી ના આરોગ્ય અંતર્ગત મેડિકલ સારવાર માટે એમ્બ્યુલન્સ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે કાયમ માટે પશુ પંખીઓની આરોગ્ય અંતર્ગત સારવાર ઝડપી મળે તેવા હેતુસર એમ્બ્યુલન્સ કેશવ ગૌશાળા સજનપર ઘૂનડા મોરબી દ્વારા પશુ પંખીઓની મેડિકલ સારવાર અંતર્ગત એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાનો હેલ્પલાઇન નંબર 99138 12340 પર સંપર્ક કરી મોરબીના વિવિધ વિસ્તારો મા પશુ પંખીઓની મેડિકલ સારવાર માટે નો લાભ લેવા અચૂક પશુ પ્રેમીઓને આયોજકો દ્વારા જણાવ્યું છે જે ઇમરજન્સી એમ્બ્યુલન્સ તસવીરમાં દ્રશ્યમાન થાય છે કેશવ ગૌશાળા સંચાલક નિલેશભાઈ ડાંગર તેમજ સંદીપભાઈ પટેલ સહિત સમગ્ર સંસ્થાના સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃતિ પશુ પંખી સહિત માનવ સેવા કાર્ય અંતર્ગત સસ્તા નો લાભ લેવા એક યાદીમાં જણાવ્યું છે








