GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં પાણીનો બગાડ કરતા આસામીઓના નળ કનેક્શન કાપવાનો સેનિટેશન શાખા ચીફ ઓફિસરને રીપોર્ટ કર્યો

તા.૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: જેતપુર શહેરમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેવાના બનાવમાં વોટર વર્કશ વિભાગ ત્રીસ મીનીટને બદલે એક કલાક પાણી આપે છે. જેથી પાણીનો બગાડ થાય અને વધારાનું પાણી ગટરમાં વહેતા ગટરો છલકાઈ છે. આમ પાણીનો બગાડ કરતા આસામીઓના નળ કનેક્શન કાપવાનો સેનિટેશન શાખા ચીફ ઓફિસરને રીપોર્ટ કર્યો હતો.

જેતપુર શહેરના નાના ચોક, મોટા ચોક, વડલી ચોક, સોની બજાર, લાદી રોડ, કોળી લાઈન તેમજ તકિયા વિસ્તાર જેવા મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર વહેવાની કાયમી સમસ્યા સ્થાનિકો ત્રસ્ત છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓએ અનેકવાર નગરપાલિકામાં, અખબારોમાં સમાચાર મારફત રજુઆત કરી છે. તેમ છતાં રોડ પર ગટરનું પાણી વહેવાની સમસ્યા યથાવત જ રહેલ છે.

આ અંગે પાલિકાની  સેનિટેશન શાખા દ્વારા ચીફ ઓફિસરને એક રિપોર્ટ કરવામાં આવ્યો છે કે મોટા રોક તથા નાનાચોક નાગર શેરી, ખાટકી શેરી, તકીયા વિસ્તાર ઉચાંણમાં હોય આ વિસ્તારમાં ઘણી ખરી ભુગર્ભ ગટરની હાઉસ ચેમ્બર બનાવવાની બાકી છે. જેના કારણે ખુલી ગટર કાર્યરત છે જેની સફાઈ નિયમિત કરવામાં આવે છે. પરંતુ વોટર વર્કસ શાખા દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં પાણીનું વિતરણ ત્રીસ મીનીટને બદલે એક કલાકથી વધુ સમય કરવામાં આવે છે. જેથી ત્યાંના આસામીઓ પાણીનો બગાડ કરી રોડ રસ્તા ઉપર વહેતુ મુકી દયે છે.  આ પાણી ભૂગર્ભ તેમજ ખુલી ગટરની ક્ષમતા કરતા વધુ હોવાથી ગટરનું પાણી રોડ વહે છે. અને કોળી લાઈન તેમજ વડલી ચોક જેવા નિચાણવાળા વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ છે. તેમ છતાં પાણી વિભાગ દ્વારા પાણીનો બગાડ કરતા આસામીઓ સામે કોઈ પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી  પાણી વિતરણના સમયમાં ઘટાડો કરી પાણીનો બગાડ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી તથા જે ઘરમાં પાણી કનેકશન સાથે નળ(ચકલી) ન હોય તેવા અને બંધ ઘર હોય તેના પાણીના કનેકશનો ચાલુ હોય જેનુ પાણી પણ રોડ ઉપર આવતુ હોય તેઓના નળ કનેકશન કાપવાની માંગ કરતા વોટર વર્કસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરી પાણી બગાડ કરતા આસામીઓને નોટીસ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button