HALOLPANCHMAHAL

હાલોલ- નેશનલ સાયન્સ સેમિનાર અને નેશનલ સાયન્સ ચિલ્ડ્રન કોંગ્રેસ જેવી સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરનાર સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટરનાં હસ્તે સર્ટિફીકેટ આપવામાં આવ્યા

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૭.૧૨.૨૦૨૩

લોક સેવા વિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને ગુજરાત કાઉન્સલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિજ્ઞાનને લગતી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ પૈકી નેશનલ સાયન્સ સેમિનાર અને નેશનલ સાયન્સ ચિલ્ડ્રન કોંગ્રેસ જેવી સ્પર્ધાઓમાં પંચમહાલ જિલ્લાનું રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરનાર વિદ્યાર્થીઓ માટે પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર દ્વારા ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બંને સ્પર્ધાઓમાં હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલના બાળકોએ જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર પલકે નેશનલ સાયન્સ સેમિનારમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓમાં ખાન દીલસાદ એ નેશનલ સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યા બાદ રાજ્યકક્ષાએ અમદાવાદ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જે બદલ તેઓને કલેક્ટર સાહેબ ના હસ્તકે ઈનામ આપવામાં આવ્યું હતું.જે બદલ શાળા મંડળ અને શાળાપરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે.

[wptube id="1252022"]
Back to top button