GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર હાઇવે ના ચંદ્રપુર પાસે થાર કાર એ મહિલાનો જીવ લીધો!

વાંકાનેર હાઇવે ના ચંદ્રપુર પાસે થાર કાર એ મહિલાનો જીવ લીધો!

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બ્લેક કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મહિલાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ. 52, રહે. સિંધાવદર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી એક મહિન્દ્રા થાર કાર નં. GJ 36 AJ 909 ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે જવા રવાના થયો હોવાની માહિતી મળી રહી છે

[wptube id="1252022"]
Back to top button