GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો દ્દિદિવસીય ગ્રંથ પ્રવચન અને પુષ્ટિ સત્સંગ ઉત્સવની ઉજવણી કરાઇ

કેશોદમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો દ્દિદિવસીય ગ્રંથ પ્રવચન અને પુષ્ટિ સત્સંગ ઉત્સવની ઉજવણી કરાઇ

કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો ભક્તો માટે દ્દિદિવસીય અનેરા ઉત્સવનું આયોજન શ્રી વ્રજ વલ્લભ વૈષ્ણવ સમાજ કેશોદ અને શ્રી પુષ્ટિ સંસ્કાર ધામ સમિતિ કેશોદ દ્વારા કેડી ગ્રાઉન્ડ પીપલીયાનગર માંગરોળ રોડ પર કરવામાં આવ્યું હતું. જુનાગઢ મોટી હવેલીના ગોસ્વામી પિયુષબાવાશ્રી ના વિશેષ સાનિધ્યમાં કેશોદ ખાતે દ્દિદિવસીય ગ્રંથ પ્રવચન સત્ર એવમ્ પુષ્ટિ સત્સંગ ઉત્સવમાં પાઠશાળાના બાળકો દ્વારા કાર્યક્રમ, મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજી વિરચિત અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પ્રવચન, ગોસ્વામી પિયુષબાવાશ્રી ના વચનામૃત, પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ સહયોગીઓ નું સન્માન સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કેશોદ અને આસપાસનાં ગામોમાં વસતાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના લગભગ ત્રણ હજાર ભાવિકો ભક્તોએ આજરોજ મહાપ્રસાદ લીધો હતો કેશોદના આંગણે યોજાઈ રહેલા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મનોરથી તરીકે જોડાયા હતાં અને મોટી સંખ્યામાં વૈષ્ણવોને બ્રહ્મસમ્બધ લેવડાવવામાં આવ્યા હતાં

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button