
તા.૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: બે ડિસેમ્બર થી ગુજરાત મા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગરત વિવિધ શહેરો મા સ્વચ્છ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જેતપુર મા આજે બસ સ્ટેન્ડ ખાતે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી મહા મઁત્રી બાબુભાઇ ખાચરીયા રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ બિંદિયા બેન મકવાણા તેમજ શહેર તાલુકા ભાજપ ના કાર્યકરો દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગરત શહેર ના બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરવામાં આવી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ ભાજપ કાર્યકરો સફાઈ મા જોડાયા હતા અને બસ સ્ટેન્ડ ને ચોખ્ખું કરવામાં આવેલ.

આ તકે જેતપુર ડેપોમેનેજર પરસોતમ વાલાણી દ્વારા તમામ મહેમાનો નુ સ્વાગત કરવામાં આવેલ આ તકે શહેર ભાજપ પ્રમુખ દ્વારા બસ સ્ટેન્ડ મા સફાઈ કરતા કર્મચારીઓ ને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલ અને બસ સ્ટેન્ડ ની અંદર બંધી જગ્યાએ કચરા પેટી મૂકવમાં આવેલ અને બસ મા પણ નાની કચરા માટે બોક્સ મુકવા મા આવેલ અને પેસેન્જર ને પણ કચરો કચરા પેટી મા નાખવા અને બસ સ્ટેન્ડ ને ચોખ્ખું રાખવા અનુરોધ કરવામાં આવેલ.









