ભાજપની ત્રણ રાજ્યોમાં જીત થતાં કાલોલ શહેર સહિત તાલુકા ભાજપે ભવ્ય વિજયના કર્યા વધામણાં

તારીખ ૩/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
લોકસભાની ચૂંટણી પેહલા ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને કાલોલ શહેર સહિત તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી એકબીજાને મોઢુ મીઠું કરાવી વધાવી લીધો હતો
ત્રણ જ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ તરફી જલવંત વિજય ના પરિણામો મેળવ્યા ની ખુશીમાં વિજ્યોત્સવ મનાવવા માટે તાલુકા પંચાયત કચેરી કાલોલ પરિસર માં બપોરે ૪ કલાકે પાર્ટી ના જિલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા, કાલોલ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપના પ્રમુખ ગૌરાંગ દરજી,કાલોલ શહેર અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા,શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલશા દીવાન,તાલુકા પંચાયત નાં ચૂંટાયેલા સભ્યો, શહેર સહિત તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો અને પદાધિકારી તેમજ પાર્ટી કાર્યકરોએ હાજર રહી એકબીજાને મોઢુ મીઠુ કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો.