પુષ્ટિ મંગલ મહોત્સવ એવમ્ શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા કાલોલ ખાતે યોજાશે

તારીખ ૩/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ના સગાઈ પ્રસ્તાવ નિમિતે તારીખ ૦૫/૧૨/૨૦૨૩ ને મંગળવાર ના રોજ કાલોલ હવેલી મા બિરાજમાન કાલોલ વૈષ્ણવ સમાજ ના પ્રાણપ્યારા પરમ મોહિની સ્વરૂપ પુષ્ટિપુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ કાલોલ નિજગ્રહ થી રાજકોટ મુકામે પધારી રહ્યા છે જે અંતર્ગત કાલોલ શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી ખાતે થી પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા સવારે ૯ :૩૦ કલાકે પ્રસ્થાન કરશે.જેમા સમગ્ર કાલોલ ના ધર્મ પ્રેમી વૈષ્ણવો સહભાગી થશે. શોભાયાત્રા હવેલી થી પ્રસ્થાન કરી રણછોડજી મંદિર થઈ ત્રણ ફાણસ થી પરવડી બજાર થઈ શ્રી વલ્લભ ધ્વાર થી રાજકોટ માટે પ્રસ્થાન કરશે. સમગ્ર કાર્યક્રમની કાલોલ વૈષ્ણવ સમાજ ધ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી આખરી ઓપ આપી દેવામા આવેલ છે.રાજકોટ શ્રી વલ્લભાશ્રય હવેલી ખાતે શ્રી ઠાકોરજી નુ ભવ્યાતિભવ્ય સ્વાગત થશેજેના અંતર્ગત રાજકોટ મુકામે તારીખ ૦૭/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી ઠાકોરજી ને છપ્પનભોગ મનોરથ અંગીકાર કરાવવા મા આવશે.જે અંતર્ગત સમસ્ત વૈષ્ણવ સમાજ ભવ્યાતિભવ્ય અલૌકીક દશઁન નો લ્હાવો લઈ ધન્યતા અનુભવશે. તારીખ ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના આત્મજ પુ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ના શુભ મંગલ સગાઈ પ્રસ્તાવ સાંજે ૦૫: ૩૦ કલાકે નિર્ધારીત કરેલ છે જે અંતર્ગત સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટી ને પુ. જે જે શ્રી ધ્વારા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.










